ટ્રમ્પની ઇમિગ્રેશન કડકાઈ પછી વિઝાનો વેઇટિંગ પીરિયડ લંબાશે

ટ્રમ્પની ઇમિગ્રેશન કડકાઈ પછી વિઝાનો વેઇટિંગ પીરિયડ લંબાશે

ટ્રમ્પની ઇમિગ્રેશન કડકાઈ પછી વિઝાનો વેઇટિંગ પીરિયડ લંબાશે

Blog Article

અમેરિકામાં પ્રવેશ કરવા ઇચ્છુક લોકો માટે વિઝાના કડક નિયમો લાગુ થઈ રહ્યા છે. આ કાર્યવાહી અંતર્ગત ભારત સહિત વિશ્વની અનેક અમેરિકન એમ્બેસી પ્રેસિડેન્ટ ટ્રમ્પના 20 જાન્યુઆરીના એક્ઝિક્યુટિવ ઓર્ડરનો અમલ શરૂ કરી રહી છે.

આ અંગે અમેરિકન સરકારના એક અધિકારીએ જણાવ્યું હતું કે, આ એક્ઝિક્યુટિવ ઓર્ડરના દિશા નિર્દેશો મુજબ ડીપાર્ટમેન્ટ ઓફ સ્ટેટ વિઝા પ્રોગ્રામની સંપૂર્ણ સમીક્ષા કરી રહ્યું છે. એક્ઝિક્યુટિવ ઓર્ડર-14161 અંતર્ગત અમેરિકાને વિદેશી ત્રાસવાદીઓ તથા અન્ય રાષ્ટ્રીય સુરક્ષા અને જાહેર સલામતી સામેના જોખમોથી બચાવવા સંબંધિત બાબતો માટે સેક્રેટરી ઓફ સ્ટેટ, એટર્ની જનરલ, સેક્રેટરી ઓફ હોમલેન્ડ સિક્યુરિટી અને ડાયરેક્ટર ઓફ નેશનલ ઇન્ટેલિજન્સે પ્રેસિડેન્ટને ફરજિયાત 60 દિવસમાં રીપોર્ટ સપુરત કરવાનો રહેશે. આ રીપોર્ટમાં અપર્યાપ્ત તપાસ અને સ્ક્રીનિંગ પ્રક્રિયા કરનારા દેશોની ઓળખ કરાશે અને તે દેશોના નાગરિકોના પ્રવેશ પર આંશિક અથવા સંપૂર્ણ પ્રતિબંધની ભલામણ કરાશે.

આનાથી જે ભારતીય પ્રવાસીઓ તેમના અમેરિકાના વિઝ રીન્યૂ કરવાનું વિચારે છે તેમને હવે એક નવા પડકારના સામનો કરવો પડે તેવી સંભાવના છે. નવા આદેશ મુજબ યુએસ ડીપાર્ટમેન્ટ ઓફ સ્ટેટે ડ્રોપબોક્સની સુવિધા માટેની યોગ્યતાનો સમયગાળો અચાનક 48 મહિનાથી ઘટાડીને ફક્ત 12 મહિના કરી નાખ્યો છે, જેના કારણે હજારો ભારતીય અરજદારોને લાંબો સમય રાહ જોવી પડશે.

આ ફેરફારથી H-1B અને B1/B2 વિઝા ધરાવતા નોન-ઇમિગ્રન્ટ વિઝાધારકોને પણ અસર થશે. H1 B વિઝા વિશેષ પ્રોફશનલ્સ માટે છે, તો B1 અને B2 નોન-ઇમિગ્રન્ટ વિઝા છે. તેમાં વિદેશી નાગરિકોને બિઝનેસ અથવા પ્રવાસન માટે અમેરિકા જવાની મંજૂરી મળે છે. તેનો ઉપયોગ બંને હેતુઓ માટે પણ થઈ શકે છે. આ વિઝાધારકો માટે કોવિડ-19 મહામારી દરમિયાન નિયમો વધુ હળવા બનાવાયા હતા.

આ એક્ઝિક્યુટિવ ઓર્ડરનો હેતુ સ્કા જે તપાસના ધોરણો અને પ્રક્રિયાઓ માટે એ ભાન આધાર ફરી લાગુ કરવાનો છે, જે 19 જાન્યુઆરી, 2021ના રોજ અસ્તિત્વમાં આવેલી એક માર્ગદર્શિકાને અનુરુપ છે. તેનો ઉપયોગ વિઝા અથવા ઇમિગ્રેશન ઇચ્છતા કોઈ પણ વિદેશી માટે કરાશે.

Report this page